બિહાર-

બિહારમાં ભારે વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે બિહારમાં પૂરનું સંકટ ઉભું થયું છે. બિહારમાં પૂરનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યની લગભગ બધી જ પ્રમુખ નદી અને તેની સહાયક નદીઓમાં તોફાનને કારણે 16 જિલ્લાના લોકો પૂરથી વિશેષ પ્રભાવિત થયા છે.

અત્યારસુધીમાં 16 જિલ્લા પુરથી પ્રભાવિત થયા છે.સીતામઢી, શિવહર, સુપૌલ, કિશનગંજા, દરભંગા, મુજફ્ફરપુર, ગોપાલગંજ, પૂર્વીચંપારણ, પશ્ચિમ ચંપારણ, ખગડિયા, સારણ, સમસ્તીપુર, સિવાન,મધુબની, મધેપુર અને સહરસા જિલ્લાના 120 પ્રખંડોના 1152 પંચાયતોના 63,60,424 લોકો પુરથી પ્રભાવિત છે. 4,40,507 લોકોમાંથી 17,916 રેસ્કયું કરાયું છે.

પ્રભાવિત જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે પૂરમાં ફસાયેલા લોકોને વિસ્તારોમાંથી બહાર નીકાળ્યા છે.બિહારના CM નીતિશ કુમારે હેલિકોપ્ટરથી દરભંગા જિલ્લાના પૂરથી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.