સુરત-

ઉપરવાસ અને સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 2 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેના પગલે છેલ્લા 12 દિવસમાં 1.76 લાખ ક્યુસેક સુધી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો હતો અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જાેકે, હવે ઉપરવાસમાં વરસાદમાં ઘટાડો થતા ઉકાઈ ડેમમાં તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વરસાદનું જાેર પણ ઘટ્યું છે. જેથી સુરતનીઓની ચિંતા હળવી થઈ છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં રેઇનગેજ સ્ટેશનમાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દેવાયું છે. આમ વરસાદની સ્થિતિ સામાન્ય થતા ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઘટીને 75 હજાર ક્યુસેક થઇ ગયો છે. પાણીની આવક ઘટતા જ સતાધીશોએ પાણી છોડવાનું પણ ઘટાડી દીધું છે. આગામી દિવસોમાં વરસાદની કોઇ સિસ્ટમ નહીં હોવાની સાથે જ પાણીની આવક પણ ઘટી જતી હોવાથી સતાધીશોએ પાણી છોડવાનો ર્નિણય બદલ્યો છે.