જામનગર, જામનગરમાં સાતમ-આઠમના તહેવાર નજીક આવતા મહાપાલિકાની આરોગ્ય શાખા જાગી છે. કારણ કે, ફુડશાખાએ ચેકીંગ હાથ ધરી ૧૨ ફરસાણની દુકાનમાંથી ખાધ પદાર્થના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. ખાણી પીણીની રેંકડીધારકોને ખોરાક ઢાંકીને રાખવા તાકીદ કરવામાં આવી છે. સાતમ-આઠમના તહેવારો નજીક આવતા મનપાની ફુડશાખાએ શહેરના જુના રેલવે સ્ટેશન, બેડી ગેઇટ, સહિતના વેપારીઓને ત્યાંથી ફરસાણ, મિઠાઇના નમૂના લીધા હતાં. આ તમામ નમૂના પરીક્ષણ અર્થે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.તદઉપરાંત મામલતદાર તરફથી મળેલી ફરિયાદ અન્વયે અંબર ચોકડીથી ડીકેવી કોલેજ સુધીના રોડની બંને બાજુ ઉભા રહેતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર તપાસ કરી હતી. રેકડી ધારકને સત્વરે ફુડ રજીસ્ટ્રેશન મેળવવા અને તમામ ખાધ પદાર્થ ઢાંકીને રાખવા અને રસ્તા પર ન્યુસન્સ ઉભા ન થાય તે જાેવા તાકીદ કરી હતી. સાથે ૫ રેકડી ધારકોને ફુડ રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા હતાં.