જાણીતા ફુટબોલર મેહતાબ હુસૈન પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો છે અને તેમણે દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મેહતાબ (34) દેશની મુખ્ય ક્લબો સાથે રમતો રહ્યો છે, જેમાં ઈસ્ટ બંગાળ અને મોહન બાગાન પણ સામેલ છે. તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષએ ભાજપનું સભ્ય પદ સોંપ્યું છે.

મિડફીલ્ડરના રૂપમાં રમનાર મેહતાબે રાજનીતિમાં આવ્યા બાદ કહ્યુ કે, તેઓ દેશની સેવા કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ, 'હું આ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની સેવા કરવા ઈચ્છુ છું, તેથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. મેહતાબનો જન્મ 5 સપ્ટેમ્બર 1985મા કોલકત્તામાં થયો હતો. તે 10 સીઝન સુધી ઈસ્ટ બંગાળ માટે ફુટબોલ રમ્યો, આ દરમિયાન ટીમ 3 વખત ફેડરેશન કપની ચેમ્પિયન બની હતી.'