આણંદ : આણંદ પંથકની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાના ચૂંટણી જંગને હવે એટ અઠવાડિયું બાકી છે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા છ જેટલાં ભાજપી નેતા પર શિસ્તભંગના પગલાં લઈ સસ્પેન્ડ કરતાં અનેક ચર્ચા વહેતી થઈ છે. નગરજનોમાં એવો ગણગણાટ છે કે, ચૂંટણીને સપ્તાહ બાકી હોય પક્ષનુ આ પગલું કસમયનું ગાણું, કસમયનંુ ખાણું બનવાની ચિંતા પક્ષમાં ઊભી થયાંનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લા ભાજપ દ્વારા ગતરોજના આગામી રવિવારે યોજાનાર પંથકની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાના ચૂંટણી જંગ પૂર્વે પક્ષ દ્વારા ટિકિટ ન આપવામાં આવતાં છ જેટલાં નેતાઓએ પાલિકા તથા પંચાયતના જંગમાં અપક્ષ ઉમેદવારી કરતાં શિસ્તભંગના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. પરિણામે પક્ષમાં ચણભણાટ ઊભો થવાં પામ્યો છે. આ મુદ્દે પક્ષના એક નેતાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ચૂંટણી આડે માંડ સપ્તાહ બાકી છે અને હવે ચૂંટણી પ્રચારનો રંગ જામી રહ્યો છે, તેવાં સમયે લેવામાં આવેલું આ પગલું કસમયનું ગાણું અને કસમયનું ખાણું બનશેની આશંકા વ્યક્ત કરી હતી. જાે પગલાં જ લેવાં હતાં તો ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા દરમિયાન જ લેવાં જાેઈતાં હતાં. સામાન્ય રીતે ચૂંટણી બાદ હારજીતના લેખાંજાેખાં દરમિયાન આ પ્રકારના પગલાં લેવામાં આવતાં હોય છે ત્યારે લીધઆં હોત તો સારું હતું. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે, હાલ લેવામાં આવેલાં પગલાં પક્ષ માટે કરવા ગયાં કંસારને થઈ ગઈ થૂલી જેવો ઘાટ ઊભો કરશે, તેવો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.