વડોદરા, તા.૨૪

વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ક્રેડાઈ વડોદરા દ્વારા રૂા.૫૦ લાખ અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ દ્વારા રૂા.૫૦ લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવે છે. આ અંગે ક્રેડાઈ વડોદરા અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં મયંક પટેલે જણાવ્યું હતું કે, વડોદરા એટલે કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કાર નગરી, આમ તો વડોદરાનો ઈતિહાસ સદીઓ જુનો છે.વિશ્વામિત્રી નદી કાંઠે વસેલા આ શહેરની ઓળખ અગાઉ અંકોટક,ચંદનાવટી અને બરોડા સ્ટે તરીકે થઈ હતી. વડોની નગરીને ૧૯૭૫માં તેનું મુળ નામ વડોદરા ફરી આપવામાં આવ્યું.

૯મી સદીથી ૨૧મી સદીની આ યાત્રામાં વડોદરા શહેર પાસે અનેક ઐતિહાસિક વારસાનો ખજાનો સંગ્રહિત થયો છે. આ સંગ્રહમાં વર્તમાન વડોદરા શહેરમાં આવેલી અનેક ઐતિહાસિક ઈમારતો પણ સમાવિષ્ટ થાય છે. પરંપરા અને ઐતિહાસિક મુલ્યેની જાળવણી એ ભારતીય સંસ્કાર છે. ત્યારે વડોદરા મધ્યે આવેલી આવી ઐતિહાસિક ઈમારતોનું જનત થાય અને તેની જાળવણી થાય તે સુનિશ્ચ્ત કરવું સૌ વડોદરાવાસીઓને પ્રાથમિક ફરજ બને છે. હાલ રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલાએ શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનીધી પાણીને પત્ર લખી આહવાનું કર્યું છે.

શહેરનો ઐતિહાસિક વારસો જાળવવાની બાલકૃષ્ણ શુકલાએ કરેલી આ પહેલમાં તમામ વડોદરાવાસીઓને તન, મન ધનથી સહયોગ આપવો જાેઈએ અને તે ખરા અર્થમાં જન્મભૂમિ-કર્મભૂમિ ને અદા કરેલું વ્યક્તિગત ઋણ હશે. એ વડોદરાવાસી તરીકે ક્રેડાઈ વડોદરા આ તક ગુમાવવા માંગતું નથી.

શહેરના સર્વાંગ વિકાસ માટે અતિ ઉપયોગી એવી શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી થાય અને તે વર્ષો સુધી શહેરની ભવ્યતાની સાક્ષી બને. આવનાર પેઢીન આ અમુલ્ય વારસો સારી રીતે સોંપી શકાય તે ખુબ જરૂરી છે. ત્યારે આ પ્રક્રિયામાં વડોદરા ક્રેડાઈ દ્વારા શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ક્રેડાઈ વડોદરા રૂા.૫૦,૦૦૦,૦૦ અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ દ્વારા રૂા.૨૫ લાખના યોગદાન આપવાની જાહેરાત કરી હતી.