હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે. આયુર્વેદમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સૌંદર્યવર્ધક પણ છે. તો ચાલો જાણી લો આજે હળદરના બેસ્ટ ઉપચાર.

હળદરમાંથી મળતાં ન્યૂટ્રિઅન્ટ્સ: 

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય તેમાંથી પ્રોટીન, ડાયટરી ફાયબર, નીયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.

દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદર નવશેકા પાણી સાથે ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી. કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું. મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણી સાથે અડધી ચમચી હળદર પાઉડર ફાંકી જવાની વજન ઘટે છે.  સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે. હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે. વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે. હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે. સ્કિન પર કરચલીઓ પડવા પર હળદરની પેસ્ટ ચહેરા પર લગાવો. રેગ્યુલર ડાયટમાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. હળદરમાં એન્ટીએજિંગ તત્વ હોય છે. જે સ્કિનનો ગ્લો વધારે છે. 1/4 ચમચી હળદરમાં કાચું દૂધ અને ચણાનો લોટ મિક્ષ કરી ચહેરા પર લગાવો. સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોંમાં રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.