ન્યુ દિલ્હી,તા.૨૦ 

સતત ૧૪માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં કોરોનાની મહામારી સામે લડતા આમ આદમીને પડ્યા પર પાટુ વાગ્યું છે. આજે સતત ૧૪માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો ઝીંકવામાં આવ્યો. પેટ્રોલમાં સરેરાશ ૫૧ પૈસા જ્યારે કે ડીઝલમાં સરેરાશ ૬૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આંતરરાષ્ટÙીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૧૪ દિવસમાં જ પેટ્રોલના ભાવમાં ૭.૬૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કે ડીઝલની કિંમતમાં ૮.૨૮ રૂપિયાનો વધારો થયો છે.

આંતરરાષ્ટÙીય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ હાલ ૩૫ થી ૪૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યો છે. તેમ છતાં તેનો લાભ નાગરિકોને આપવાને બદલે ઓઇલ કંપનીઓ બેફામપણે સતત ભાવવધારો ઝીંકી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૮.૮૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ રીતે ડીઝલના ભાવમાં ૭૭.૬૭ રૂપિયા પ્રતિ લીટર થયો છ. તો આર્થિક રાજધાની મુંબઈમાં ભાવ ૮૫ રૂપિયાને પાર જતો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૫.૭૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૬.૧૧ રૂપિયા પ્રતિ લીટર થયો છે. કોલકાત્તામાં પેટ્રોલ ૮૦.૬૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૦૭ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ ૮૨.૨૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૫.૨૯ રૂપિયા પ્રતિ લીટરના હિસાબે વેચાઈ રÌšં છે.