અમદાવાદ-

7 મહિના પછી પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' આજે 17 ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ છે. આજે સવારે અમદાવાદ સ્ટેશનથી 06:40 કલાકે તેજસ ટ્રેન મુંબઇ જવા રવાના થઈ છે. જે 1:10 કલાકે મુંબઈ પહોંચશે. અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ આ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થશે. ટ્રેનમાં મુસાફરોને એક કોરોના પ્રોટેક્શન કીટ મળશે, જેમાં માસ્ક, ગ્લોવ્સ, સેનિટાઇઝર, હેડ ગિયર સહિતના અન્ય સાધનો હશે. તેમજ આરોગ્ય સેતુ એપ દરેક મુસાફર માટે ફરજીયાત રહેશે. ટ્રેનના દરેક કોચને આગમન અને પ્રારંભ દરમિયાન સ્વચ્છ અને જંતુમુક્ત કરવામાં આવશે, જેના માટે દરેક કોચમાં અલગ કોરોના ગાર્ડ હાજર રહેશે. આ ઉપરાંત કેટરિંગ અંગે પણ એસ.ઓ.પી.ના નિયમોનું પાલન કરવામાં આવશે. તેજસ શરૂ કરતા પહેલા IRCTCએ SOPના નિયમ તરીકે તેના કર્મચારીઓને સંપૂર્ણ તાલીમ આપી છે. દરેક મુસાફરોની બેઠકની વચ્ચે એક સીટનું અંતર હશે. દરેક કોચમાં પ્રવેશ માટે થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. 7 મહિના પછી પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' આજે 17 ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ છે. આજે સવારે અમદાવાદ સ્ટેશનથી 06:40 કલાકે તેજસ ટ્રેન મુંબઇ જવા રવાના થઈ છે. જે 1:10 કલાકે મુંબઈ પહોંચશે.