ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના છેલ્લા ૨૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હતી કે, ગૃહના અધ્યક્ષની ખુરશી ઉપર વિપક્ષના સભ્ય બેઠા હતા. આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ૨૦ વર્ષ પછી જૂની પ્રણાલીને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં છેલ્લા ૨૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હતી કે, વિધાનસભાના અધ્યક્ષની ખુરશી ઉપર વિપક્ષના સભ્ય બેઠા હતા. વિધાનસભા ગૃહની વર્ષો જૂની પ્રણાલીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ફરીથી જીવંત કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જે અંગે વિધાનસભાના અધ્યક્ષ તરીકે બે દાયકા બાદ તેમણે આ પહેલ કરી છે. જેમાં ગુજરાત વિધાનસભામાં પ્રથમ વાર પ્રોટેમ સ્પીકરની પેનલમાં સત્તાધારી પક્ષના સભ્યની સાથે વિપક્ષના સભ્યને સામેલ કર્યા છે.

જેના ભાગરૂપે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જાેષિયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા હતા. જેના કારણેવિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે પ્રવાસન, મત્સ્યોદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જાેષિયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા હતા. જેના કારણે ૨૦ વર્ષ પછી વિપક્ષ કોંગ્રેસના સભ્ય વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી ઉપર બેસેલા જાેવા મળ્યા હતા. જેના કારણે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં જૂની પ્રણાલીને જીવંત કરવાની આ પહેલથી એક નવીન કલગી ઉમેરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૪ મી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકેની પેનલમાં ભાજપના સિનિયર મહિલા ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઋષિકેશ પટેલ અને પિયુષ દેસાઈનો સમાવેશ થતો હતો. આ ચાર સભ્યો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અવેજીમાં ગૃહમાં પ્રોટેમ સ્પીકર તરીકે કાર્યવાહી ચલાવતા હતા.