અમદાવાદ-

સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્યના ખેડૂતો માટે સાચા અર્થમાં જીવાદોરી બની છે. નર્મદા નિગમના એમ.ડી ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી જરૂરી માહિતી શેર કરી એક ખુશી વ્યક્ત કરી હતી.જોકે. બે દિવસ પહેલા ગુજરાતના ખેડૂતો નો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે અખાત્રીજ થી આગામી 30 જૂન સુધી સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ખેડૂતોને સિંચાઈ નુ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં નર્મદા ડેમ ની મુખ્ય કેનાલ માંથી રોજ 15 હજાર ક્યૂસેક જેટલું પાણી, ગુજરાતના વિવિધ જિલ્લા ઓમાં પહોંચડાય છે. જોકે, આ નિર્ણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમ ના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેક ડેમો અબજો લીટર પાણીથી ભરાશે. નર્મદા ડેમ માંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુ-પાલકો માટે પાણી છોડાશે. આ ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમ માં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે. સરદાર સરોવર નર્મદા ડેમ માં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.