વડોદરા, તા.૨૬

શહેર- જિલ્લાની ૧૦ વિધાનસભાની ચુંટણીનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે શહેર- જિલ્લાની ૧૦ બેઠકો પર અશકત વુધ્ધો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી.તેવા નોંધાયેલ મતદારોની મતદાન પ્રકિયા શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેર બેઠક પર ૩૧, સયાજીગંજ બેઠકમાં ૧૧૨, અકોટા ૧૦૭,રાવપુરા ૨૩ અને માંજલપુર બેઠક ઉપર ૮૮ મતદારાઓ ૧૨ડી ફોર્મ ભરીને ઘરબેઠા મતદાન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. આ મતદારોમાં મહત્તમ ૮૦ વર્ષ ઉપરના વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો નો સમાવેશ થાય છે. રાવપુરા બેઠક પર ૨૩ વરીષ્ઠ મતદારો નોંધાયા તેમાંથી એક મતદારનું અવસાન થતા ૨૨ મતદારાઓ મતદાન કર્યુ હતુ.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે મુજબ વરિષ્ઠ મતદારોનું મતદાન કરાવવા પોલીસ બંદોબસ્ત સાથે પોલીંગ સ્ટાફ મતદારનાં ઘરે જઇ મતદારને બેલેટ આપી મતદાન કરાવ્યુ હતુ.

જિલ્લા ચૂંટણી તંત્રએ ત્રણ ટીમો બનાવી છે ખાસ વાહનને લઇને મતદારને ઘરે જઇ મતદાન પ્રકિયા સંપન્ન કરવા છે. બીજા અર્થમાંં મતદાન પોલીંગ સ્ટેશન ઘરે જઇ રહ્યું છે. અને મતદારનાં ઘરે મતદાન કુટિર બનાવી વરિષ્ઠ નાગરિકોને ઘરબેઠા મતદાન પુર્ણ કરાવી લોકશાહીનાં પર્વમાં ભાગીદાર બનાવ્યા હતા.

જાગૃતિના અભાવે ઘણા ઓછા મતદારોએ વ્યવસ્થાનો લાભ લીધો

ચૂંટણી પંચે ૮૦ વર્ષ ઉપરનાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ઘરબેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંગેની જાગ્રુતિ હજી ઘંણી ઓછી છે. પેટા ચૂંટણીમાં આ વ્યવસ્થાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય વિધાનસભાની ચૂટંણીમાં આ પ્રથમવાર આ વ્યવસ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વડોદરા- શહેર- જિલ્લાની ૧૦ બેઠકો પર ૪૬૮ અશકત મતદારો સહિત દિવ્યાંગ મતદારોએ આ વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. શહેર- જિલ્લાની ૧૦ બેઠકો પર ૮૦ હજારથી વધુ મતદારો ૮૦ વર્ષથી વધુ વયનાં છે પરંતુ હજી જાગ્‌ુતિનો અભાવનાં કારણે આ મતદારો ઘરબેઠા મતદાન પ્રકિયાનો લાભ લઇ શકયા ન હતા.