દુબઇ 

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે. રવિવારની રાત્રે આઈપીએલની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ પર 8 વિકેટથી જીત મેળવી. આ સાથે જ સીએસકેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. આ પહેલા સીએસકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર જીત મેળવ્યા બાદ અંતિમ 4ની રેસમાં હતું. આઈપીએલ 2020માં સીએસકે તરફથી વિદાઈને જોઈને ધોનીની પત્ની સાક્ષીએ પોતાના પતિ માટે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર કવિતા પોસ્ટ કરી છે. સાક્ષીએ લખ્યું, 'આ માત્ર રમત છે, તમે ક્યારેક જીતો છો તો ક્યારેક હારો છો. ઘણા વર્ષો સુધી આપણે જીતના સાક્ષી બન્યા છીએ અને ઘણા વર્ષો હારથી દર્દ થયું છે. એક જશ્ન મનાવી રહ્યા છે અને બીજાનું દિલ તૂટી રહ્યું છે.'


સીએસકે આઈપીએલની બીજી સૌથી સફળ ટીમ છે જેના પર 3 વારની ચેમ્પિયન બનવાનું ગૌરવ છે. જોકે હાલની સીઝન ધોની અને સીએસકે માટે ખરાબ રહી છે. ચેન્નઈએ આઈપીએલ 2020માં અત્યાર સુધી 12 મેચોમાં માત્ર 4 જીત મેળવી છે. આમ પોઈન્ટ ટેબલમાં તેના માત્ર 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના ક્રમે છે. હવે જો તે બાકીની તમામ મેચોમાં જીત મેળવે છે તો પણ ટીમના ક્વોલિફાઈ થવાની શક્યતા રહેલી નથી.

IPL 2020 શરૂ થતા પહેલા જ CSKની ટીમને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના પારિવારિક કરાણો સર યુએઈથી ભારત પાછો ફર્યો. આ બાદ અનુભવી સ્પીનર હરભજન સિંહ પણ અંગત કારણોસર યુએઈ નહોતો ગયો. એવામાં ચેન્નઈની ટીમને આ બંને અનુભવી ખેલાડીઓની બોલિંગ અને મિડલ ઓર્ડર બેટિંગ ડિપાર્ટમેન્ટમાં ઘણી અછત સર્જાઈ હતી.