સુરેન્દ્રનગર-

લીંબડી તાલુકાના બળોલ ગામે ઘણાં વર્ષોથી કોઈપણ જાતની ડીગ્રી કે, તબીબી સારવાર અંગેનું સર્ટિફિકેટ ન હોવા છતા ગામમાં ક્લિનિક ખોલી લોકોની સારવાર અને તપાસ કરી આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો હતો. પોલીસે બોગસ ડૉક્ટરના ક્લિનિકમાંથી રૂપિયા 12571/- ની મુલાકાત કિંમતની એલોપેથી દવા સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.ઝડપાયેલા બોગસ ડૉક્ટરનું નામ ડૉ.પરીતોસરાય દુલાલરાય છે. લીંબડી તાલુકાના બળોલ ગામે ઘણાં વર્ષોથી તબીબી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટરને પાણશીણા પોલીસે ઝડપી પાડયો હતો. બળોલ ગામના ભોળા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર પાસેથી 12 હજારથી વધુનો એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. પાણશીણા પોલીસે તુરંત લીંબડીના બળોલ ગામના ક્લિનીકમાં ડૉક્ટર પરીતોસરાય દુલાલરાય રાયને ઝડપી લઇ પુછપચ્છ હાથ ધરી હતી. જેમાં ડૉક્ટર તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવતો હોવાનું અને પરીતોસરાય પાસે કોઇપણ જાતનું તબીબી અંગેના સર્ટી ન હોવાનું જણાવ્યુ હતુ. આથી પાણશીણા પોલીસે ક્લિનીકમાંથી સાધનો અને એલોપેથી દવાઓ રૂપિયા 12 હજાર સાથે બોગસ ડૉક્ટરને ઝડપી લઇ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.