ગાંધીનગર-

ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે માવઠું.

મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ પડી શકે છે વરસાદ. 48 કલાક દરમિયાન સુરત, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળાની સિઝનમાં અચાનક પડતા વરસાદનાં કારણે ખેડુતોને નુક્શાન સહન કરવાનો વારો આવે છે. અમુક ઠેકાણે હજુ પાક ઉતારવાની કામગીરી ચાલી રહી છે તે વચ્ચે કરવામાં આવેલી આગાહીને લઈ ખેડૂતોનું ચિંતામાં મુકાવું સ્વાભાવિક છે. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરની પડી રહી છે અને પરેલેથી જ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ આવતો જતો રહે છે. અમુક ઠેકાણે તો વરસાદ સાથે બરફનાં કરા પણ પડ્યા હતા.