વડોદરા -

શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં એક ૩.૫ ફુટ લાંબી પાટલા ઘો અને એક અજગરને રેસ્ક્યુ કરીને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

પ્રથમ બનાવની વિગતો મુજબ, ગઈકાલે સાંજે ૮ઃ૦૦ વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને રણોલી રેલ્વે સ્ટેશનથી રવિભાઈ નામના વ્યક્તિનો ફૉન આયો હતો કે પ્લેટફોર્મ નંબર ૩ પાસે રેલ્વે ટ્રેક પર એક સાપ આવી ગયો છે. આ ફૉન આવતા ની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના કાયર્કરો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાંથી અજગર મળી આવ્યો હતો. અજગર એક બિન ઝેરી સાપ છે જે સામાન્ય રીતે આ એરિયામાં જોવા મળતા નથી પરંતુ અનુમાન છે કે માલગાડી સાથે આ સાપ આવી ગયો હશે. રેસ્ક્યુ કરી ને આ અજગર વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. બીજા બનાવની વિગતો મુજબ, આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વરૂણ ઠાકોર નામના વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતુંકે, તેમના ઘર પાસે એક મહાકાય પાટલા ઘો આવી ગઈ છે. આ કોલ મળતાની સાથે વોલેન્ટિયર્સ ત્યાં પહોંચી ગયા હતા અને અંદાજિત ૩.૫ ફુટ લાંબી પાટલા ઘોને રેસ્ક્યુ કરીને વનવિભાગને સોંપવામાં આવી હતી.