વડોદરા,તા.૭

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે નું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે આર્ટસ ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓએ ફોર્મલ તેમેજ બ્લેઝર ડે ની ઉજવણી કરી હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓએ ફોર્મસ કપડાઓ સહિત વિવિધ રંગબેરંગી બ્લેઝર પહેરીને આવ્યા હતા. અને યુનિ.નાં તેમના અભ્યાસકાળનાં દિવસોને યાદગાર બનાવ્યા હતા. કોરાનાનાં કપરા સમયમાં યુનિ. પરીસરમાં લાંબા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે જેવા ઉજવણીનાં કાર્યક્રમોનું આયોજન થઇ શકયુ ન હતુ. ત્યારે લાંબા સમય બાદ યુનિ. પરીસરમાં યોજાયેલ રહેલા વિવિધ ડેનાં ઉજવણીને લઇને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મલ - બ્લેઝરપ્ પહેરીને આવતા તેઓ ગ્રુપ ફોટોગ્રાફસ પણ પડાવ્યા હતા. એમ.એસ.યુનિમાં વિદ્યાર્થીઓ દ્વારા જાે વિવિધ ડેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ હોય તો જે તે વિદ્યાર્થી ગ્રુપે ડીનની અગાઉથી પરવાનગી લેવાની રહેશે. તેમ જણાવ્યા વિવાદ સર્જાયો હતો. ડીને આગ્રહ રાખ્યો હતો કે વિદ્યાર્થી જુથ યુનિ. માં રજીસ્ટ્રેશન કરાયેલુ હોવું જાેઇએ. આ કારણે અનેક વિદ્યાર્થીઓનાં ગ્રુપો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને આર્ટસ ફેકલ્ટીમમાં વિદ્યાર્થીના એક જુથે ડીનની પરવાનગી વિના ડે ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે.