અમદાવાદ, ગુજરાતમાં એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાઇ રહ્યાં છે. તેથી લાગે છે કે ગુજરાતમાં હવે કોંગ્રેસ ખતમ થવાના આરે આવી ગઇ છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ પણ રાજીનામું આપી દીધું છે. તેથી ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દિનેશ શર્માએ જણાવ્યું છે કે નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું. કોંગ્રેસમાં કાર્યપ્રણાલી, ર્નિણય શક્તિનો અભાવ છે. ૩૦ વર્ષથી નવા કાર્યકરને આગળ નથી વધવા દેતા તથા બે ધારાસભ્યના લીધે સતત વિવાદ થતો રહ્યો છે. તેમજ સતત અવગણનાના લીધે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. તથા ચૂંટણી હરાવવા બીજી જગ્યાએ ટિકીટ આપી હતી. તેમજ કોંગ્રેસમાં અત્યારે એજન્સી પ્રથા છે. તથા વધુમાં દિનેશ શર્માએ જણાવ્યું હતુ કે ગુજરાત કોંગ્રેસમાં અત્યારે ૯ રત્ન છે. તેમાં જગદીશ ઠાકોર, હિંમતસિંહ પટેલ પર પ્રહાર કરતા જણાવ્યું કે અહેમદ પટેલના ૯ રત્નોને હટાવવા જરૂરી છે. તથા રાહુલ ગાંધી કેમ કોઇ નેતાને મળતા નથી. તેમજ કોંગ્રેસ પાસે કોઇ બુથની યાદી નથી. હું જગદીશ ઠાકોરને પડકાર આપું છું તથા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કાર્યકરોને ગુલામ બનાવ્યા છે તે પણ જણાવ્યું છે. ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. દિનેશ શર્મા હવે ભાજપમાં જાેડાઇ શકે છે. તેઓ બે દિવસ પહેલા જ નારાજગી વ્યકત કરી ચૂક્યા છે. દિનેશ શર્માની સાથે અમદાવાદ કોર્પોરેશનના કેટલાક કોંગી કોર્પોરેટરો પણ ભાજપમાં જાેડાઇ શકે છે. આમ, અમદાવાદ કોંગ્રેસને માટે આ મોટો ઝટકો છે.