ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બૈરી જર્મનનું 84 વર્ષની ઉંમરમાં  નિધન થઈ ગયું છે.1968ના એશિઝ પ્રવાસ પર નિયમિત કેપ્ટન બિલ લોરીના ઈજાગ્રસ્ત થયા બાદ તેમણે એક મેચમાં પોતાની ટીમની આગેવાની કરી હતી. ઓસ્ટ્રેલિયાના 33માં કેપ્ટન બૈરીએ પોતાના દેશના તે 5 વિકેટકીપરોમાં રહ્યં જેમણે પોતાના દેશની આગેવાની કરી છે.

1959માં ભારત વિરુદ્ધ કાનપુરમાં પર્દાપણ કરનાર બૈરી વિકેટકીપર હતા અને તેમણે ઓસ્ટ્રેલિયા માટે 1969 સુધી કુલ 19 મેચ રમી હતી.1990માં આઈસીસીએ આંતરરાષ્ટ્રીય મેચમાં તટસ્થ મેચ રેફરીઓની નિમણૂક કરી હતી. તેમણે 1995થી 2001 સુધી 25 ટેસ્ટ અને 28 વનડેમાં રેફરીની ભૂમિકા ભજવી હતી.