તાપી-

લોકોના મોઢા પરથી માસ્ક જરા પણ હટી જાય તો હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે. તો લોકોને અંકુશમાં રાખવા માટે સરકારે કરફ્યૂ પણ લગાવ્યો છે. પરંતુ સરકાર પોતાના જ નેતાઓને અંકુશમાં રાખી શક્તી નથી. કોરોના ગાઈડલાઈનના સરેઆમ ભંગનો કિસ્સો તાપીમાં બન્યો છે. સામાન્ય લોકોને જ્યારે લગ્ન પ્રસંગોમાં કોરોનાનાં નિયમોનાં ભંગ બદલ દંડ કરાય છે, ત્યારે પૂર્વ પ્રધાન કાંતી ગામીતનાં ઘરે લગ્નપ્રસંગમાં લોકોનાં જમાવડોને તંત્ર લાપરવાહી સામે આવી હતી. ભાજપના જ નેતા કાંતિ ગામિતના પૌત્રીના પ્રસંગમાં તમામ નિયમો નેવે મૂકાયા છે. જોકે આ પ્રસંગનો વિડીયો સામે આવ્યો છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. એક તરફ લોકોને લગ્નમાં મંજૂરી નથી મળી રહી, ત્યાં ભાજપના જ નેતાએ ટોળાને ભેગા કરીને પૌત્રીનો પ્રસંગ કર્યો હતો.  લોકોએ માસ્ક પહેર્યો નથી. કોઈ સામાજિક અંતર નથી. મોટી સંખ્યામાં પ્રસંગમાં લોકો ગરબે રમતા નજરે પડયા. ત્યારે માજી ધારાસભ્યને સોનગઢ પોલીસ સ્ટેશનમાં જવાબ લેવા માટે બોલાવાયા હતા.