નવી દિલ્હી

ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય સ્પિનર ભાગવત સુબ્રમણ્ય ચંદ્રશેખર (બી.એસ. ચંદ્રશેખર) તબિયત ખરાબ હોવાને કારણે બેંગાલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા વિનય મુથુંજયે કહ્યું કે તેઓ આઈસીયુમાં છે અને અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. બી.એસ.ચંદ્રશેખરની પત્ની સંધ્યાએ જણાવ્યું હતું કે ચંદ્રશેખરને બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંધ્યાએ કહ્યું કે, "તે ઠીક હતા અને મેચ જોતી વખતે તેને બોલવામાં તકલીફ થઈ જે પછી અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા. હવે તે બરાબર છે અને બે દિવસમાં ઘરે પાછા આવી જશે. કારકીર્દિમાં તે પાસે 58 ટેસ્ટ અને 1 વનડે મેચ રમી ચૂક્યા છે.ચંદ્રશેખર ટેસ્ટમાં 242 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા, જ્યારે ટેસ્ટમાં 16 વખત 5 વિકેટ ઝડપી હતી.આ ઉપરાંત તેણે ટેસ્ટ મેચમાં 2 વખત 10 વિકેટ ઝડપીને તેની ટેસ્ટ કારકિર્દીમાં અજાયબીઓ આપ્યાં છે. તે વિશ્વના મહાન સ્પિનર છે તેને ગુગલી સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.