અમદાવાદ-

તા. ૨૫ મી ડિસેમ્બર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપયીના જન્મ દિવસને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તા.૨૫ ડિસેમ્બરે રાજય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડુત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણના કાર્યક્રમો સવારે-૧૧ થી ૧.૩૦ દરમ્યાન યોજી સુશાસન દિવસની ઉજવણી કરાશે. મોરબી જિલ્લામાં કુલ ૫ સ્થળ પર સુશાશન દિવસ ની ઉજવણી કરાશે જેમાં બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય મોરબી-માળીયાના અધ્યક્ષસ્થાને મોરબીમાં પટેલ સમાજવાડી, શકત શનાળા, મોરબી, ઓરપેટ સ્કૂલ બાવનજીભાઇ મેતલીયા પૂર્વ ધારાસભ્ય ટંકારાના અધ્યક્ષસ્થાને ટંકારા, કાંતીભાઈ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય મોરબી-માળીયાના અધ્યક્ષસ્થાને સી. એચ. સી. હોસ્પીટલ કમ્પાઉન્ડ, માળીયા(મી.), સૌરભભાઈ પટેલ મંત્રીશ્રી ઉર્જા વિભાગના અધ્યક્ષસ્થાને APMC હળવદ, જયંતીભાઈ કવાડીયા પૂર્વ મંત્રીના અધ્યક્ષસ્થાને વાંકાનેર અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે એમ કૂલ પાંચ જગ્યાએ કાર્યક્રમ યોજાશે.