બુલંદશહર-

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર બુલંદશહેર જિલ્લાના નરોરામાં ગંગાના કિનારે બાંસી ઘાટ પર સોમવારે કરવામાં આવશે. પૂર્વ સીએમ અને હિન્દુ હૃદય સમ્રાટ કલ્યાણ સિંહના પાર્થિવ દેહની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ એર એમ્બ્યુલન્સ દ્વારા અલીગઢ પહોંચ્યા છે. કલ્યાણસિંહના પાર્થિવ દેહને અહિલ્યાબાઈ હોલકર સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે ફૂલો અને માળાથી સજ્જ વાહનમાં લાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સાથે આવ્યા હતા. સાંજે મૃતદેહ સ્ટેડિયમ ખાતે લઇઆવવામાં આવ્યો હતો. ત્યારે મૃતદેહને વોટર પ્રૂફ પંડાલમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ યોગી આદિત્યનાથે મીડિયા સામે વાંત ચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણવ્યું કે, કટ્ટર રાષ્ટ્રીય ભક્ત અને રામ ભક્તના શારીરિક નિધન પર શોકનું વાતાવરણ છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ હવે આપણી વચ્ચે નથી, તેમના નશ્વર અવશેષો તેમની કર્મભૂમિ અને જન્મભૂમિ પર પહોંચ્યા છે. તેમના સમર્થકો અને અનુયાયીઓ સાત દાયકાઓથી તેમના દિવંગત નેતા પ્રત્યે લગાવ ધરાવે છે. હું પોતે પણ આનો સાક્ષી બન્યો છું. જણાવી દઈએ કે મુખ્યપ્રધાન છેલ્લા છ કલાકથી અહિલ્યા બાઈ સ્ટેડિયમમાં હાજર છે. પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનો મૃતદેહ અલીગઢના મહારાણી અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમ ખાતે લઇ જવામાં આવ્યો છે. અહીં તેમનો મૃતદેહ સામાન્ય લોકોને જોવા માટે રાખવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર બુલંદશહેર જિલ્લાના નરોરામાં ગંગા કિનારે બાંસી ઘાટ પર સોમવારના રોજ કરવામાં આવશે. પૂર્વ સીએમ અને હિન્દુ હૃદય સમ્રાટ કલ્યાણ સિંહના પાર્થિવ દેહની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ એર એમ્બ્યુલન્સ દ્વારા અલીગઢ પહોંચ્યા છે.