બોડેલી, તા.૧૮ 

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો ભરડો યથાવત જોવા મળી રહ્યો છે. બોડેલી તાલુકામાં આજે વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે જેને લઈ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જિલ્લામાં કોરોના નો ભરડો યથાવત જોવા મળી રહ્યો રહ્યો છે આજે છોટાઉદેપુર જિલ્લામા નવા કુલ ૭ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે જે પૈકી બોડેલી તાલુકામાં ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે નોંધાયેલા કેસોમાં બોડેલીના અલિખેરવા વિસ્તારના પટેલ ફળિયાના ત્રણ પુરુષ તેમજ ચાચક વિસ્તારના ગાયત્રી નગરમાં એક પુરુષનો કોરોના પોઝીટીવ રિપોર્ટ સામે આવ્યો છે.કોરોના કહેરને લઈ વધુ સ્થિતિ ન બગડે તે માટે બોડેલી, અલીપુરા, ઢોકલીયા અને ચાચક આમ ચાર વિસ્તારના વેપારીઓ, અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સરપંચોએ બપોરના બે વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તેમજ ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વેપોરીઓની મિટિંગ મળી હતી. ત્યાર બાદ મિટિંગ માં ચર્ચા વિચારણા થતા છ દિવસ માટે મીની લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.