સુરત,તા.૩૦ 

સુરત શહેરની જેમ ગ્રામ્યમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. આજે ગ્રામ્ય કોરોના સંક્મણના વધુ ૫૪ કેસો બહાર આવ્યા છે અને ચારના મોત થયા હતા. અત્યાર સુધીમાં ગ્રામ્યમાં પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને ૨૬૨૨ ઉપર પહોંચી હતી. ગઈકાલે ગ્રામ્યમાં કામરેજમાં સોથી વધુ કેસ અને મરણાંક માં પણ કામરેજ અગ્રેસર રહ્યું છે. જયારે ઉમરપાડા અને માંડવીમાં કેસ પણ ઓછા નોંધાયા છે અને સામે એક પણ મરણાંક નોધાયો નથી..

સુરત ગ્રામ્યમાં ધીરેધીરે કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્ના છે. જેમાં કામરેજ તાલુકામાં કોરો હોટસ્પોટ બન્યુ છે. બુધવાર સુધીમાં ગ્રામ્યમાં કુલ ૨૫૬૮ કેસો નોદ્વધાયા હતા જેમાં કામરેજ તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૪૭ કેસ નોંધાયા હતા ચોર્યાસીમાં ૩૫૭, ઓલપાડમાં ૩૨૪, પલસાણામાં ૩૭૧, બારડોલીમાં ૩૬૬, મહુવામાં ૧૨૦, માડંવીમાં ૧૧૫, માંગરોળમાં ૩૫૧ અને ઉમરપાડામાં ૩૭ કેસો નોદ્વધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦ દર્દીઓના મોત થયા છે જેમાં સોથી વધુ કામરેજમાં ૫૧ થયા છે. ત્યારબાદ ઓલપાડમાં ૧૭ અને ચોર્યાસીમાં ૧૦, બારડોલી અને માંડવીમાં ૬-૬ અને માંગરોળમાં ૫ મોત થયા છે.