ભરુચ-

ભરૂચ નેશનલ હાઇવે પર સ્વામી નારાયણ મંદિર આગળ બ્રિજ પર અમેરિકન ડોલર આપવાના બહાને સુરતના યુવાન સાથે રૂપિયા ૧.૭૦ લાખની છેતરપિંડી કરી ત્રણ ગઠિયાઓ ફરાર થઈ ગયાની ફરીયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી, જેના સંદર્ભમાં પોલીસે મુદ્દામાલ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને આગળ કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ૩જી જુલાઇના રોજ 'સી' ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ નેશનલ હાઈવે ૪૮ પર કેટલાક ઈસમોએ ગુનાહીત કાવતરૂ રચી ઉમેશ કલસરીયા નામની વ્યક્તિને બોલાવી ઓછા ભાવે ડોલર આપવાનુ કહી લાલચ આપી હતી. ઉમેશ કલસરયાને આઇ.૨૦ ફોર વ્હીલ ગાડીમાં બેસાડી અપહરણ કરી તેમની પાસેથી ૧૭૧૦૦૦ રૂપિયા પડાવી લઈ બદલામા ફરીયાદીને અમેરીકન ડોલર નહી આપી હાઈવે પર ગાડી માંથી ઉતારી દઈ છેતરપિંડી કરી તેઓ નાસી ગયાની હોવાની ફરીયાદ ફરીયાદી ઉમેશ ભવાનભાઇ કલસરીયા (આહીર)એ નોંધાવી હતી.

આ ઘટનામાં પોલીસે નેશનલ હાઈવે પર ઝાડેશ્વર ચોકડી ખાતે લગાડેલ સીસીટીવી કેમેરાની મદદથી હ્યુડાંઈ આઇ-૨૦ કારના નંબર મેળવ્યા હતા. દરમિયાન ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ દ્વારા આરોપીઓના લોકેશન અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની હકીકત જાણવા મળતા આણંદ પોલીસની મદદ મેળવી આણંદ પોલીસ દ્વારા હ્યુડાંઈ આઇ-૨૦ ગાડી તથા ફરીયાદીના રોકડા રૂપીયા ૧૭૧૦૦૦ તથા ચાર ઈસમો (૧) વિનુભાઈ ઉર્ફે હિમંતભાઈ ભવાનભાઈ ગોહીલ (રહે, શોખવા ગામ તા.મહુવા જી.ભાવનગર), (ર) વાલજીભાઈ ધનાભાઈ મકવાણા (રહે, પાળીયાદ ગામ, ચામુડા નગર, પશુ દવાખાનાની પાસે, તા.જી.બોટાદ), (૩) હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજુભાઈ મકવાણા (રહે, અમરાપર ગામ, મસ્જિદવાળી શેરી હરીજનવાસ તા.ટંકારા જી.મોરબી) તથા (૪) અખ્તર કરીમભાઈ રતનીયા (રહે, નવા અમરાપર, મેઈન રોડ, તા.ટંકારા જી.મોરબી)ને પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસે તમામની અટકાયત કરી વાધુ તપાસ હાથધરી છે.