પાદરા

પાદરા પોલીસે બાતમીના આધારે લતીપુરા રોડ પર આવેલ અંબાશંકરી નજીક આવેલ રામ કુમાર છાત્રાલય પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તાનો હારજીત નો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે તે વિસ્તારને કોર્ડન કરી હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાદરા પોલીસને મળેલ બાતમીના આધારે પાદરા લતીપુરા રોડ પર અંબાશકરી પાસે રામ કુમાર છાત્રાલય ની પાછળ ના ભાગે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. પોલીસને મળેલી મળેલી બાતમીના આધારે ડી આઈ પી.એસ.આઈ પી.ટી.જયસ્વાલ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ અમરશી, તથા પો.કો યોગેશ ના ઓ બાતમી ની જગ્યા પર પહોંચી કોર્ડન કરી રેડ કરતા પાના પત્તા નો પૈસા વડે જુગાર રમતા જુગારીઓને પકડવા જતા નાસભાગ થવા લાગી હતી જેમા ચાર ઇસમો પકડાઈ જવા પામ્યા હતા અને બે ઈસમો નાસી જવામાં ફાવી ગયા હતા. જેમાં પોલીસે ના પાના પત્તા તેમજ અંદરથી રોકડ રૂપિયા મળી કુલ ૧૧૨૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં દાવ પરના રૂ. ૧૯૨૦ રૂપિયા, અંગઝડતી ના ૯૨૮૦ મળી કુલ રૂપિયા ૧૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતા જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઝડપાયેલા જુગારીઓમાં ૧.ઉમેશભાઈ અશોકભાઈ પટેલ રહે રહે અંબાશંકરી પાદરા ૨.સુરેશ ઉર્ફે ટકો વિનુભાઈ માળી રહે અંબાશંકરી પાદરા ૩.ભરતભાઇ દેસાઇ પટેલ રહે પાદરા ટાઉન, તેમજ ૪. મહમદભાઈ અહેઝાદભાઈ બેલીમ રહે સરકારી ચોરા ચકલા પાસે પાદરા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે અન્ય ભાગી છૂટેલા ૨ ઈસમો ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.