છોટાઉદેપુર, તા.૨૨ 

છોેટાઉદેપુર પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા ના ૩, ૯૩૧ કિલોગ્રામ જથ્થા સાથે અમદાવાદ ના ચાર યુવાનોને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર પોલીસ વાહન ચેકિંગ માં હતી, તે દરમિયાન દુમાલી ગામના પાટિયા પાસે એક ય્ત્ન ૨૭ ડ્ઢમ્ ૧૭૩૪ નંબરની ઇકો કાર ને રોકી પૂછપરછ કરતાં કારમાં સવાર ચાર ઇસમો શંકાસ્પદ લાગતાં કારમાં ચેક કરતાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ નો જથ્થો મળી આવ્યો હતો જેની એફ એસ એલ દ્વારા ખાતરી કરતાં ગાંજો હોવાનું સામે આવ્યું હતું .

પોલીસે કારમાં સવાર લોકોની પૂછ પરછ કરતાં તેઓ ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશ ના ઉજ્જૈન થી એક સાધૂ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. કારમાં સવાર અમદાવાદ ઇશનપુર ના ચાર યુવાનો (૧) જિગ્નેશ જગદીશ કડિયા (૨) મેહુલ સથવારા, (૩) મિતરાજસિંહ છાસટિયા (૪) મોહિલ ચેતન કુમાર પટેલ ને ૩.૯૩૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા , પોલીસે રૂપિયા ૩૯૩૧૦ નો ગાંજનો જથ્થો, અંગઝડતીમાંથી મળેલ રૂપિયા ૧૯૫૬૦ તેમજ ચાર મોબાઈલ જેની કિમત રૂપિયા ૧૨૫૦૦ તથા ગાંજાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ કાર જેની કિમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂા. ૩,૭૧,૩૭૦ નો મુદામાલ જપ્ત કરાયો હતો.