મુંબઈ

સોમવારે સવારે સમાચાર આવ્યા હતા કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) એ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરતા ફોરેન ફંડ્‌સ (એફપીઆઈ) ના ખાતાઓને બ્લોક કર્યા છે. જોકે સોમવારે રાત્રે વિરોધી સમાચાર આવ્યા હતા. એનએસડીએલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરતી એફપીઆઈના ખાતા બ્લોક કરવામાં આવ્યા નથી.

સોમવારે સવારે એફપીઆઈ એકાઉન્ટ્‌સ બ્લોક થવાના સમાચાર આવ્યા હતા, અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રકઝક થઈ હતી. જૂથની દરેક કંપનીના શેરમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી.

એનએસડીએલના વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ મહેતાએ અદાણી ગ્રૂપના અધિકારીઓને કહ્યું તમારા ઇમેઇલમાં ઉલ્લેખિત ડીમેટ એકાઉન્ટ્‌સ એનએસડીએલની સિસ્ટમમાં સક્રિય દેખાય છે."

મહેતા ખાસ કરીને અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ વિશે વાત કરી રહ્યા છે. આ ત્રણેય કંપનીઓ મળીને અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસમાં લગભગ ૪૩,૫૦૦ કરોડ રૂપિયાના શેર ધરાવે છે.