પેરીસ-

ઇસ્લામી આતંકવાદને ડામવા કડક પગલાં લેવાઇ રહ્યાં છે ત્યારે ફ્રાન્સ એક કાયદો લાવી રહ્યું છે જે મુસ્લિમ દેશોને આંચકો આપે એવી શક્યતા હતી.

અત્યાર અગાઉ ફ્રાન્સ આતંકવાદ સામેની લડાઇ વધુ સઘન કરવાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યું હતું. હવે એક એવો પ્રસ્તાવ સંસદમાં રજૂ થવાનો છે જેમાં ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને અટકાવવાની સત્તા સરકારને મળશે. આ કાયદો મુસ્લિમ દેશોને કઠે એવો હોવાની પૂરી શક્્યતા હતી.

ફ્રાન્સના આંતરિક બાબતો (ગૃહ ખાતા)ના પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને આ પ્રસ્તાવ વિશે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કોઇ પુરુષ મહિલા ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે તો એને પાંચ વર્ષની જેલ અને ભારે દંડ કરવામાં આવશે. એજ રીતે કોઇ મહિલા પુરુષ ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે તો એને પણ આ કાયદો લાગુ પડશે.

તેમણે વધુમાં કહ્યું કે જે લોકો સરકારી અધિકારીઓ પર દબાણ કરતા હોય કે શિક્ષકો દ્વારા ભણાવાતા પાઠનો વિરોધ કરતા હોય તેમની સામે કાયદા હેઠળ કડક હાથે કામ લેવામાં આવશે. આ પહેલાં ગેરાલ્ડે તૂર્કીના ગ્રે વુલ્વ્ઝ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધનો પ્રસ્તાવ આજે ફ્રાન્સની સંસદમાં રજૂ થવાનો છે. આ પ્રતિબંધ પ્રસ્તાવ સંસદમાં પાસ થઇ જાય તો ગ્રે વુલ્વ્ઝની તમામ પ્રવૃ્‌ત્તિ પર સરકારી પગલાં લેવાશે.

ગેરાલ્ડની આ જાહેરાત સામે સોશ્યલ મિડિયા પર સંખ્યાબંધ મુસ્લિમોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે પુરુષ ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરવાનો મહિલાઓને અધિકાર હતો.