મહેસાણા-

રાજ્યમાં વિદેશોમાં જવાની લાલચે લોકો છેતરાયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે તેમ છતાં લોકો તેમાંથી કંઈક શીખતા નથી. મહેસાણામાં ફરી કબૂતરબાજાે દ્વારા કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોને છેતરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોને અમેરિકા મોકલવાના બહાને દિલ્હી બોલાવીને છેતરપીંડી આચરવામાં આવી છે. મહેસાણા એલસીબી પોલીસે પાંચ શખ્સોની ટોળકીને ઝડપી પાડી છે. ૫ શખસોએ બન્ને યુવકો પાસેથી રૂપિયા ૧ લાખ ૫ હજાર અને ૪૦૦ અમેરિકન ડોલર પડાવીને ઠગાઈ આચરી છે. મહેસાણા એલસીબી પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી ૫ ઠગોને જેલભેગા કર્યા હતા.

કડી તાલુકાના કરજીસણ ગામનાકરજીસણના જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા (૨૨) અને મયુર રામાભાઇ પટેલ (૨૫)ને સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ દિલ્હી બોલાવીને ગોંધી રાખ્યા હતા અને ચંડીગઢ એરપોર્ટ લઇ જવાનું કહી ગાડીમાં બેસાડી નશાકારક દવાની ગોળીઓ ખવડાવી બેભાન કરી તેમની પાસેથી રૂ.૧,૦૫,૦૦૦ રોકડા, ૪૦૦ ડોલર અને ૨ મોબાઇલ, બંનેના પાસપોર્ટ વગેરે લૂંટી લીધા હતા. ૨૭ જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ ફોન બંધ આવતો હોવાથી જયેશના પિતા જીતેન્દ્રસિંહ ચાવડાએ મહેસાણા એસપીને કરેલી અરજી આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં બંનેના મોબાઇલ લોકેશન દિલ્હી મળી આવતા પીએસઆઇ એસ.બી. ઝાલા સહિત સ્ટાફે દિલ્હી પહોંચ્યા હતા.

જ્યાં વિકાસ સતવીરસિંગ બનાલ (ગુડગાંવ, હરિયાણા), કશ્યપ વિનોદચંદ શાહ (કલોલ, કુબેર નરસીના જૂના ચોરા પાસે), જીગર છોટાલાલ મહેતા (રાજકોટ, રોયલહોમ, ઘંટેશ્વર), અંકિત ભરતકુમાર દવે (કલોલ, મોટા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં), રાહુલ પટેલ (સાંથલ) અને હરભજનસિંઘ ચાનસિંઘ રાજપૂત (લુધિયાણા, પંજાબ)ને પકડી બંને યુવાનોને મુક્ત કરાવ્યા હતા. મહેસાણા ન્ઝ્રમ્ એ દિલ્હીથી ૫ ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.