રાજપીપળા-

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓન લાઈન ટિકિટ ખરીદવા જતા યુ ટ્યુબ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી નામ ધરાવતી ફ્રોડ કરનાર સાઈડનો સંપર્ક થતા કેવડીયા એસ.આર.પી જવાન સાથે ફ્રોડ કરનાર વ્યક્તિઓએ 3 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. યૂટ્યૂબ પર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ માટે સર્ચ કરતી વખતે છેતરપિંડી કરનાર સાઈડનો સમ્પર્ક નંબર મળતા છેતરપિંડી કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કેવડિયાના એસ.આર.પી જવાન ધીરાભાઈ માનાભાઈ ડામોરએ એસ.ઓ.યુ માટે ઓનલાઇન ટિકિટ ખરીદી માટે youtube પર સર્ચ કરતા હતા.દરમિયાન એક કોલ સેન્ટરનો નંબર મળતા એની પણ કોલ કરતા સામેની વ્યક્તિએ વાતચીત કરી એસ.આર.પી જવાનના બેન્ક એકાઉન્ટની વિગતો લઈ 3,05,951 રૂપિયા ઓન લાઈન પડાવી લીધા છે.ફરીયાદી એસ.આર.પી જવાને તે નંબર પર વાત કર્યા બાદ અલગ અલગ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી છેતરપીંડી કરનારાઓએ ધીરાભાઈ ડામોરે એક્સીસ બેન્કના એકાઉન્ટમાંથી 147582 અને ફોન પે સાથે જોડાયેલા એસ.બી.આઈ ના એકાઉન્ટ માંથી 158369 રૂપિયાની છેતરપીંડી કરી છે.જે બાબતે કેવડીયા પોલિસે આઈ.પી.સી કલમ 406, 419, 420, 465, 468 તેમજ આઈ.ટી એક્ટ કલમ 66 ડી મૂંજબ ગુનો નોંધી વધુ તપાસ પોલિસ ઇન્સ્પેક્ટર આર.એ.જાદવ કરી રહ્યાં છે.