ડભોઇ

ડભોઇ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે રેફરલ હોસ્પિટલ ખાતે કીટ સેનેટાઇઝર સહિત ની કીટ નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુંહતુહાલ ચાલી રહેલ કોરોના મહામારી ને પગલે બ્રાહ્મણ સમાજ ના પૂજનીય ભગવાન પરશુરામ ના જન્મ જયંતિ ની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી પ્રથમ ભગવાન ની આરતી બાદ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સેનેટાઇઝર, સફાઈ ના સાધનો સહિત દર્દીઓ માટે બિસ્કિટ અને ફ્રૂટ ની કીટ વિતરણ કરવામા આવી હતી. આ પ્રસંગે ડભોઇ બ્રાહ્મણ સમાજ ના આગેવાનો સહિત ભાજપ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે બ્રાહ્મણ સમાજ ના ઈસ્ટ ગણાતા અને પૂજનીય એવા ભગવાન પરશુરામ નો જન્મ દિવસ હોય સમગ્ર ડભોઇ પંથક માં પરશુરામજી ના જન્મ દિન ની બ્રાહ્મણ સમાજ દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલ કોરોના મહામારી ને પગલે દર વર્ષ નીકળતી સોભાયાત્રા મોકૂફ રાખી સાદાઈ થી ઉજવણી બ્રાહ્મણ સામજ દ્વારા કરવામાં આવી હતી.