અરવલ્લી : અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં આવેલી વાત્રક હોસ્પિટલે કોરોના સંક્રમિત દર્દીઓની સેવાનો જે મહાયજ્ઞ આરંભ્યો છે એ જાેતાં અહીં સેવા બજાવતા સૌ કર્મનિષ્ઠ કર્મચારીઓ પ્રત્યે આદર ભાવે મસ્તક ઝૂકી જાય છે. આ હોસ્પિટલનું સપનું સેવનાર દુરંદેશી વડવાઓને આજે કેટલીય પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત થતા હશે!! સામાન્ય રીતે વાત્રક નામ સાંભળતાં જ બન્ને કાંઠે છલોછલ વહેતી નદીનો રળિયામણો નદી કિનારો નજર સ્મક્ષ તરવળવા માંડે. વાત્રક નદી અરવલ્લીની જીવાદોરી સમાન લોકમાતા છે. વાત્રક નદીને કાંઠે નાનકડા બીજમાંથી વટ વૃક્ષ બની ફુલીફાલેલી વાત્રક હોસ્પિટલ અનોખું આરોગ્ય ધામ બન્યું છે. વાત્રક હોસ્પિટલનાં સેવા કાર્યોની ફોરમ આજે ચોમેર પ્રસરી રહી છે. -સાડા છ દયકાની મજલ કાપનાર આ હોસ્પિટલે અનેક તડકી છાંયડી નિહાળી છે. કર્મશીલ અને સેવાવ્રતી પ્રમુખ, સાથી ટ્‌ર્સ્‌ટીઓ, વિરલ દાતાશ્રીઓ અને સેવાભાવી તબીબોની દૂરંદેશીના પરિણામે આ હોસ્પિટલ ફરી એક વાર ફિનિક્સ પક્ષીની જેમ બેઠી થઈ. અને આજે અદ્યતન સવલતોથી સજ્જ આ હોસ્પિટલ હરહંમેશ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત રહે છે. અને હવે આ હોસ્પિટલ કોરોનાની મહામારીના સમયે ઢાલ બનીને દર્દીઓને રક્ષણ આપી રહી છે. ૪૩ એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલી આ ભવ્ય હોસ્પિટલનો ઇતિહાસ પણ ગૌરવંતો છે. . અહીંના સુપ્રિટેડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઓ પી ડી. સાંભળતા ડૉ.કેતુલભાઈ રાવલ અને સમગ્ર સ્ટાફ દર્દીઓની આત્મીયભાવે સેવાઓ આપે છે. હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન ધીરુભાઈ પટેલ , કોદરભાઈ પટેલ, કનુભાઈ પટેલ અન્ય સાથે ટ્રસ્ટીઓ , સૌ.મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ અભિનંદન આપીએ એટલા ઓછા છે. અંતરિયાળ વિસ્તારની આ હોસ્પિટલે મહામારીને નાથવા. અત્યાધુનિક મેડિકલ ઇકવીપમેન્ટથી સજ્જ છે. મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ આહી ૪૦ બેડ ધરાવતો નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ૪ વેન્ટિલેટર બેડની પણ સુવિધા ઉપલબ્ધ છે. અહીં પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સનો સ્ટાફ અને ક્લાર્કથી લઈ સફાઈ કામદાર પુરી નિષ્ઠાથી દિવસ રાત અવિરત સેવાઓ બજાવી રહ્યા છે. વાત્રક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહ સાહેબ અને મેડિકલ ઓફિસર કેતુલભાઈ રાવલ સાહેબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આ સૌના સહિયારા પુરુષર્થે કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લેતા દર્દીઓ માટે વિશિષ્ટ કાળજી લેવામાં આવી રહી છે.