સુરત-

ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલીને સુરત શહેરની ઇ ઓટો રિક્ષા ચલાવતા જોઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મહાનગર પાલિકાની કામગીરીથી પ્રભાવિત થઈને ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. ફ્રાન્સના પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ આજે સવારે એરપોર્ટથી સુરત મ.ન.પા કચેરી ખાતે પહોંચ્યું હતું. જ્યાં દિવસ દરમ્યાન મ.ન.પા.નાં વિવિધ પ્રોજેક્ટોની સમિક્ષા બાદ સાંજે દિલ્હી જવા રવાના થશે.

બાર્બરા પોમપિલી અને 15 અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ આજે સુરત શહેરની મુલાકાતે આવ્યું છે. વિદેશી મહેમાનો સવારનાં 8.25 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ મુગલીસરા સ્થિત મ.ન.પા. કચેરી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં સુરત મ.ન.પા. દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન યોજીને ફ્રાન્સ મંત્રી સહિતનાં મહેમાનોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આજની આ એક દિવસીય મુલાકાતનું આયોજન પર્યાવરણ સંદર્ભે કરવામાં આવ્યું છે. પરિણામે દિવસ દરમ્યાન તેઓ સુરત મ.ન.પા.એ શહેરને પ્રદૂષિત થતા અટકાવવા માટે શરૂ કરાયેલી મોબિલીટી બસ સેવા, ITMS સેન્ટર, બાયોડાઈવર્સિટી પાર્ક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સહિતનાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કરશે. વિવિધ પ્રોજેક્ટો ની મુલાકાત બાદ વિદેશી મહેમાનો સાંજે 7:00 કલાકે દિલ્હી જવા રવાના થશે.ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે સુરતની એક દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે ઈ-ઓટો રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલા પ્રધાનને આ રીતે ઈ-રીક્ષા ચલાવતા જોઈને લોકો પણ અચરજમાં મtકાઈ ગયા હતા. બાર્બરા સુરતમાં પિંક રીક્ષા અને ઇ-બસ જોઈને પણ આનંદિત થયા હોવાનું જાણવા મળ્યું છે.