વડોદરા

વડોદરા મહાનગર પાલિકાના શાસકો અને ઇજારદારો તથા અધિકારીઓ સાથેની સાંઠગાંઠને લઈને ફુલેફાલેલાં ભ્રષ્ટાચારને લઈને પ્રજા રામભરોસે મુકાઈ ગઈ છે. પાલિકામાં ચાલી રહેલા પાણીદાર ભ્રષ્ટાચારને લઈને પાણીની લાઈનોમાં એકનાએક સ્થાને વારંવાર ભંગાણ થતા ખોદીત્યાર નાગરથી એરપોર્ટ સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. આ લાઈનું સમારકામ થોડા દિવસ અગાઉ જ પાલિકા દ્વારા ઇજારદાર પાસે કરાવવામાં આવ્યું હતું. પરંતુ હલકી ગુણવત્તાની કામગીરી અને બેફામ ભ્રષ્ટાચારને લઈને ગણતરીના દિવસોમાં જ એજ સ્થળે ભંગાણ સર્જાતા કામની ગુણવત્તા સામે અને અધિકારીઓના ર્નિદશન પર પ્રશ્ન ઉઠ્‌યાં છે. વારંવાર આવા ભંગાણને લઈને માર્ગ પર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે વિકટ સમસ્યા સર્જાય છે. જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવવા આવી રહ્યા છે કેટલાક લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં લોકો મોરચા લઈને જાય છે તેવા સમયમાં ખોડીયાર નગરથી એરપોર્ટ સર્કલ જવાના મુખ્ય માર્ગ પર ટૂંક સમય પહેલાં જ પીવાનું શુદ્ધ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું તેના કારણે રીપેરીંગ કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી તે જ જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી રોડ રસ્તા પર વહી રહ્યું હતું જેને લઈને પરમાર કમલેશ સામાજિક કાર્યકર કમલેશ પરમારે માંગ કરી છે કે વડોદરા શહેરના મેયર, કમિશનર ,સ્થાયી સમિતિના અધ્યક્ષને આવા તમામ કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝરો, વોર્ડ ઓફિસર સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી થવી જાેઈએ અને આવા તમામ જવાબદાર વ્યક્તિઓને બ્લેક લિસ્ટ કરવા જાેઈએ તેવી માંગ કરવામાં આવી છે