અમદાવાદ

ઘાટલોડીયામાં રહેતી ૨૧ વર્ષીય યુવતીના સંપર્કમાં  આવ્યો ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું અને પૈસાની જરૂર છે તેમ કહીને અલગ અલગ રીતે યુવતી અને તેના પરિવાર સાથે રૂ.૭.૧૯ લાખ પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવતીએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘાટલોડીયામાં રહેતી ૨૧ વર્ષીય યુવતી અભ્યાસ કરતી હતી ત્યારે ફાફે પર નાસ્તો કરવા જતી હતી,દરમિયાન કાફે પર  કુલદીપ જૈન નામનો યુવક સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે મિત્રતતા થઈ અને મોબાઈલ નંબરની આપલે થઈ હતી. જાે કે બંન્ને રોજ ફોન પર વાતો કરવા લાગ્યા હતા અને કુલદીપે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે આગ્રહ કર્યો હતો. જાે કે યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. ત્યારે કુલદીપે જણાવ્યું હતું કે, હું મહિનામાં રૂ.૮૦ હજાર કમાઈ લવું છુ તારી સાથે લગ્ન કરીશ અને તને ખુશ રાખીશ. જેથી યુવતી માની ગઈ હતી. ત્યારબાદ યુવતીએ કુલદીપને તેની માતા સાથે પરિચય કરાવ્યો હતો. જાે કે માતાને પ્રેમ સંબંધ હોવાનું કીધુ ન હતુ. તે દરમિયાન કુલદીપે જણાવ્યું હતું કે, હું એકલો છું પિતાના દેહાત પછી માતાએ બીજા લગ્ન કરી લીધા છે અને હવે હું રહેવા માટે ઘર શોધુ છું. જેથી યુવતીની માતાએ થોડા દિવસ સુધી કુલદીપને પોતાના ઘરે રહેવા માટે મંજુરી આપી હતી. ત્યારબાદ  કુલદીપ યુવતીને લઈને અલગ અલગ હોટલમાં લઈ જતો અને યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતો હતો. ત્યારબાદ યુવતીને બહેન પાસેથી કુલદીપ અને તેનો મિત્ર આકાશ ચૌધરીએ પૈસાની જરૂ હોવાનું કહીને અલગ અલગ રીતે ૭.૧૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ યુવતીએ પૈસા પરત માંગવાનું કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ યુવતી સાથે લગ્નનું બહાનું આપી અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું અને પૈસા પરત ન આપી ધમકી આપી હતી જેથી યુવતીએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં કુલદીપ અને આકાશ ચૌધરીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, ધાકધમકી અને ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.