લદ્દાખ-

લદ્દાખમાં ભારતીય સેનાની જાેરદાર તૈયારી અને ગલવાન ઘાટીમાં જડબાતોડ જવાબથી ગભરાયેલા ચીને હવે પહેલી વખત તિબેટમાં પોતાની ‘ઉડતી હોસ્પિટલ’ તૈનાત કરી છે. આ ‘ઉડતી હોસ્પિટલ’ની મદદથી ચીન પોતાના ઘાયલ સૈનિકોને હજારો કિલોમીટરના અંતર પર આવેલી હોસ્પિટલો સુધી પહોંચાડશે. કહેવાય છે કે ચીનને એ ડર સતાવી રહ્યો છે કે જાે ભારતની સાથે સંઘર્ષ થાય છે તો તેને મેડિકલ સહાયતાની તાત્કાલિક જરૂર પડી શકે છે.

ભારતની સરહદને અડીને આવેલા વિસ્તારમાં ચીની સેનાની સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ ખરાબ છે અને તેને મજબૂર થઇ વાય-9 મેડિકલ એરક્રાફ્ટને તૈનાત કરવું પડ્યું છે. સાઉથ ચાઇના મોર્નિગં પોસ્ટના રિપોર્ટ પ્રમાણે ચીનની સેનાના યુદ્ધાભ્યાસ દરમ્યાન એક અધિકારી ઘાયલ થયો હતો. આ ઘાયલ અધિકારીને શ્રેષ્ઠ સારવાર માટે 5200 કિલોમીટર દૂર આવેલ હોસ્પિટલમાં લઇ જવા માટે વાય મેડિકલ એરક્રાફ્ટ મોકલ્યું. આ પ્લેનથી અધિકારીને શિજિંગની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.

બેઇજીંગના એક સૈન્ય સૂત્ર એ કહ્યુ કે આ પ્લેનનો હેતુ ઊંચાઇવાળા વિસ્તારો ખાસ કરીને ભારતીય સરહદ પર સ્વાસ્થ્ય સુવિધાઓને શ્રેષ્ઠ બનાવાની છે. ભારત અને ચીનની હજારો કિલોમીટર લાંબી સરહદ છે અને કોઇ સ્પષ્ટ સીમા રેખા નથી. ગયા મહિને ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં 20 ભારતીય જવાન વીરગતિને પ્રાપ્ત થયા હતા. ચીને પોતાના મૃતકે સૈનિકોને લઇ ખુલાસો કર્યો નહોતો. ચીનના સૈન્ય સૂત્રોનો દાવો છે કે ભારત કરતાં ઓછી સંખ્યામાં ચીનના સૈનિક મર્યા હતા ત્યાં ભારતીય અને અમેરિકન સૂત્રોનો દાવો છેકે અંદાજે 40 ચીની સૈનિક હતાહત થયા હતા.