દિલ્લી,

પર્યટકોનુ ફેવરીટ ડેસ્ટનેશન દુબઇ ફરીથી સહેલાણીઓના સ્વાગત માટે તૈયાર છે. દુબઇની મીડિયા કાર્યાલય તરફથી કહેવામા આવ્યુ કે, વિદેશી પર્યટકોને ૭ જુલાઇથી દુબઈ આવવાની પરવાનગી અપાઈ છે, કેમકે રેસીડેન્સી વિઝા ધારકો વિદેશી નાગરિકો ૨૨ જુનથી પરત ફરી શકે. કોરોના સંકટને જાતા દુબઇના પર્યટકોના આવવા પર પ્રતિબંધ લગાવાયો હતો, પરંતુ જા કે સમગ્ર દુનિયામા કડક લોકડાઉનમા આપવામા આવેલી છુટના કારણે દુબઇ હવે ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. સરકારે પ્રવાસીઓ માટે પ્રોટોકોલની યાદી બહાર પાડી છે, જેનુ પાલન બધા પ્રવાસીઓ માટે ફરજીયાત છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારએ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, દુબઇનો પ્રવાસ કરનારએ કોરોના વાઇરસના કારણે જાહેર કરવામા આવેલા નિયમોનુ કડકપણે પાલન કરવુ પડશે. તેમજ પ્રવાસીઓએ પોતાનુ કોરોના વાઇરસનુ નેગેટીવ સર્ટિફિકેટ હાજર કરવુ પડશે, તેમજ એરપોર્ટ પર ટેસ્ટ કરાવવો પડશે. જે પ્રવાસીનો રિપોર્ટ પોઝીટીવ આવશે, તેમણે ૧૪ દિવસ સુધી આઇશોલેશનમા રહેવુ પડશે. એ સાથે જ દુબઇ પ્રવાસના ૯૬ કલાક પહેલા કોરોના વાઇરસ ટેસ્ટ કરાવવો ફરજીયાત છે.