દિલ્હી-

આગામી ૧૬ જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. આ પહેલા નવેમ્બર ૨૦૧૯માં સરાકરે ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર ‘હોલમાર્કિંગ’ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જાેકે જ્વેલર્સે મહામારીનું કારણ આપીને સમયમર્યાદા વધારવાની માગ કરી હતી જેના કારણે તેને આગળ વધારીને ૧ જૂન કરવામાં આવી હતી. બાદમાં ડેડલાઈન એક પખવાડિયા વધારીને ૧૫ જૂન સુધી કરી દીધી હતી. ગોલ્ડ હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને હાલમાં તે ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક છે.

સરકારે ૧૫ જૂનથી જ્વેલરી વેચવાની નવી સિસ્ટમના અમલ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ હોલમાર્કિંગને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ સમિતિના બીઆઈએસના ડાયરેક્ટર પ્રમોદ તિવારી અધ્યક્ષ હશે. ઉપરાંત ઉપભોક્તા મામલાના વિભાગના એડિશનલ સેક્રેટરી નિધિ ખરે ને જ્વેલર્સ એસોસિએશન, વેપાર અને હોલમાર્કિંગ એકમનો પ્રતિનિધિ પણ તેમાં સામેલ હશે.

હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત ૨૨ કરેટ, ૧૮ કેરેટ, ૧૪ કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જાેડવામાં આવ્યું છે.હોલમાર્કિંગમાં બીઆઈએસની સીલની માહિતી હશે. કેરેટના ઝવેરાત બનવાનું વર્ષ, ઝવેરીનું નામ પણ નોંધવામાં આવશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જાેડાયેલી છે. હોલમાર્કિંગથી સોનાના બજારમાં પારદર્શિતા પણ વધશે.

હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જાેઈશું તો ઘરેણા પર ૫ માર્ક જાેવા મળશે. તેમાં મ્ૈંજી લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે ૨૨ા અથવા ૯૧૬, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે. હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે.