અમદાવાદ-

અમદાવાદ શહેર બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કરફ્યૂ મુકવાની જાહેરાત થતાં જ લોકોમાં વિવિધ ચર્ચાઓએ જાેર પકડ્યું છે. ફરી લોકડાઉન થવાના ભયે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે આ સમયે લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જે આપ માટે જાણવા જેવું છે. કોરોનાની સ્થિતિત કાબુમાં કરવા માટે લાદવામાં આવેલા કરફ્યૂને પગલે આજે આ સ્થિતિ જાેવા મળી રહી છે. શનિવાર રાત્રીના ૯ વાગ્યાથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી આ માહોલ જળવાય તે આપણી જવાબદારી છે અને સરકારનો હુકમ પણ છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી છે જેને કારણે કરફ્યૂનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ કરફ્યૂની અમલવારીને પગલે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગત રાત્રીથી જ ગોઠવી દેવાયો હતો. જાેકે આ કરફ્યૂના સમયે પણ કામ વગર બહાર નિકળનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કરફ્યૂ લંબાવવાનો હાલ કોઈ જ ર્નિણય કરવામાં આવ્યો નથી કે તેની ચર્ચા કરવા કરવામાં આવી પણ નથી. તેમના નિવેદન અનુસાર સોમવારે સવારે છ વાગ્યાના સુમારે કરફ્યૂ પુરો થાય છે. જાેકે સરકાર રાત્રી દરમિયાન અમદાવાદમાં કરફ્યૂની અમલવારી કરાવશે તેવી પણ તેમણે વાત કરી છે. સોમવારથી દિવસ દરમિયાનનો કરફ્યૂ હટી જશે અને રાત્રી દરમિયાન કરફ્યૂ યથાવત રહેશે. તેમણે કહ્યું કે, સરકાર કોઈ આંકડા છૂપાવતી નથી. ચાર શહેરોમાં રાત્રી કરફ્યૂ અમલ કરાયો છે. અમદાવાદમાં આવતીકાલે સોમવાર સવાર સુધી કરફ્યૂ રહેશે. મહાનગરોમાં રાત્રી કરફ્યૂ નવા આદેશો સુધી યથાવત રહેશે. કોરોનાની રસી માટે દુનિયાભરમાં પ્રયત્નો ચાલુ છે જે ટુંક સમયમાં આવી જશે. અમદાવાદમાં કોએ સ્વયં જ કરફ્યૂની અમલવારીમાં સાથ આપ્યો હતો જાેકે ૨૪૩ લોકો કરફ્યૂ દરમિયાન વગર કોઈ કામે બહાર નિકળ્યા તે લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. અત્યાર સુધી આ આંકડો ૩૪૩ સુધી પહોંચ્યો છે.  

કરફ્યૂમાં લટાર મારવા નીકળેલા ૨૪૩ની પોલીસ દ્વારા અટકાયત

કફ્ર્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા કફ્ર્યૂના જાહેરનામા ભંગ કરીને લટાર મારવા નીકળેલાના કુલ ૨૧૫ જેટલા ગુના નોંધ્યા છે અને ૨૪૩ લોકોની અટકાયત કરવામાં આવી છે. શહેર પોલીસે જીવનજરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડીકાર્ડ કે ડોક્યુમેન્ટ્‌સ જાેઇ જવા દીધા હતા. શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ ડીસીપી-એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કફ્ર્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તાર પેટ્રોલિંગ કરી અને લોકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસબંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કરફ્યૂ હોવા છતાં દાણીલીમડા વિસ્તારમાં ટુ વ્હીલર લઇને યુવક માસ્ક વગર નિકળ્યો હતો. જેથી પોલીસે તેણે અટકાવ્યો હતો. પોલીસે યુવકને માસ્ક પહેર્યુ ન હોવાથી દંડની ભરપાઇ કરી હતી.