અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ ઘટતા ધીરે-ધીરે છૂટછાટ આપવાની શરુ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના 1000 ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા આજથી એટલે કે 11 જુનથી વધુ છૂટછાટ આપવામાં આવી છે. ગત જુનના રોજ ગુજરાત સરકાર દ્વારા શરતોને આધીન શરુ કરવાની છૂટછાટ આપી હતી. જેમાં જીમ, મંદિર, હોટલ-રેસ્ટોરન્ટ અને બાગ-બગીચા ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. તો 36 શહેરમાં નાઈટ કર્ફ્યુંનો સમય રાત્રે 9 થી 6 યથાવત રહેશે. ફેરફાર આગામી 15 દિવસ એટલે કે 26 જુન સુધી રહેશે.

ગુજરાતમાં શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લું.

હોટેલ -રેસ્ટોરન્ટ સવારે 9થી 7 વાગ્યા સુધી રહેશે. જેમાં કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે શરુ રહેશે. બાગ-બગીચાઓ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી શરુ રહેશે. તો લાઈબ્રેરી અને જીમ 50 ટકા ક્ષમતા સાથે શરુ રહેશે. લારી-ગલ્લા દુકાનોના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. સવારે 9થી સાંજે 7 સુધી વેપાર-ધંધા શરુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થળ ખુલ્લા રાખી શકાશે.

50 થી વધુ દર્શનાર્થીઓ ભેગા ના થાય એનું ધ્યાન રાખવામાં આવશે. તો રાજકીય, સામાજિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમમાં 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં સવારે 9થી સાંજે 9 વાગ્યા સુધી ટેક-અવે શરુ રહેશે. તો રાત્રીના 12 વાગ્યા સુધી હોટેલ-રેસ્ટોરન્ટ હોમ-ડીલેવરી કરી શકશે.

શું રહેશે બંધ ?

11 મી જુનથી એટલે કે આજથી છૂટછાટ મળી છે. જેમાં હજુ પણ અમુક પબંધ રહેશે. જેમાં જીમ, વોટર-પાર્ક અને સ્વીમીંગ પુલ, કોચિંગ ક્લાસ, ઓફલાઈન શિક્ષણ, હાટ, ગુજરી બજાર, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ હજુ પણ બંધ રહેશે.