રાજકોટ,

રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેથી જિલ્લા પ્રસાશન કોરોનાને કાબુમાં લાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હોવાને કારણે ગત અઠવાડિયે સુરત પાલિકાએ શહેરના લારી ગલ્લાઓ બંધ કરવ્યા હતા. હવે રાજકોટ પણ તે જ રસ્તે ચાલ્યુ છે.

આજે સવારે રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેર નામુ બહાર પાડ્યુ છે કે કાલથી શહેરમાં આવનાર 8 દિવસ માટે ચાની લારીઓ તથા પાનના ગલ્લાઓ બંધ રહેશે તથા દુકાનો સવારના 7થી બપોરના 4 સુધી ખુલ્લી રખાશે.