અમદાવાદ,તા.૧૬ 

શહેરના સરસપુર વિસ્તારમાં કોરોના અને કાયદાના ડર વગર મૃત વ્યક્તિના સ્વજનોએ બેન્ડ વાજા સાથે અંતિમયાત્રા કાઢી હતી. સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ન પહેરવા સહિતના કાયદાનો ભંગ જાેવા મળ્યો હતો. પોલીસને આ બાબતે કોઈ જ જાણ ન હતી જેથી શહેરકોટડા પોલીસની બેદરકારી જણાઈ આવી છે. કોરોનાની મહામારીમાં બીજી વાર શહેરકોટડા પોલીસ આ રીતે ઊંઘતી ઝડપાઇ છે.

સ્મશાનયાત્રા સરસપુરમાં ક્યારે અને ક્યાથી નીકળી તે હજુ સ્પષ્ટ નથી. વીડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બેન્ડ વાજા સાથે નીકળેલી સ્મશાનયાત્રામા ખાસ કરીને નાના બાળકો વધુ પ્રમાણમાં જાેવા મળ્યા હતા. મોટાભાગના લોકોને ચહેરા પર માસ્ક ન હતું. આ વીડિયો સરસપુરનો છે કે અન્ય કોઈ વિસ્તારનો તેમજ સ્મશાન યાત્રા ક્યારે નીકળી હતી.જે અંગે પોલીસ છેવટે તપાસ કરવા દોડી છે.