દિલ્હી-

દેશમાં બ્લેક ફંગસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોએ આને મહામારી જાહેર કરી દીધી છે. તો બિહારના પટણા બાદ હરિયાણાના હિસારમાં પણ વ્હાઇટ ફંગસના કેસ સામે આવ્યા છે. બ્લેક અને વ્હાઇટ બાદ ગાઝિયાબાદમાં યલો ફંગસનો કેસ સામે આવ્યો છે. આ દરમિયાન એ પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં ઑક્સિજન શૉર્ટેજના કારણે દર્દીઓને ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવતું ઑક્સિજન આપવામાં આવ્યું જેના કારણે પણ ફંગલ ઇન્ફેક્શન વધ્યું છે.

ડૉક્ટરો પ્રમાણે ફંગસ માટી, ખરાબ થઈ રહેલા ઑર્ગેનિક પદાર્થો અને જૂની ચીજાેમાં જાેવા મળે છે. ઑક્સિજન સિલેન્ડરની અંદર પ્રદૂષિત પાણી હોય છે તો આનાથી પણ ફંગલ ઇન્ફેક્શનનો ખતરો રહે છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે તેમને આનો ખતરો વધારે હોય છે. આના કારણે અનેક ડૉક્ટર આ શક્યતાને નકારી નથી રહ્યા. જે લોકોને પહેલાથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી થાય છે અથવા જે લાંબા સમયથી સ્ટીરોઇડ લઈ રહ્યા છે તેમની ઇમ્યુનિટી નબળી હોય છે. કોરોના થવા પર આ વધારે નબળી થઈ જાય છે. આવામાં આ પ્રકારના દર્દીઓને ફંગલ ડિસીઝ થવાનો ખતરો વધી જાય છે. જે કોરોના દર્દી ઑક્સિજન સપોર્ટ પર હોય છે તેમને પણ બ્લેક અને વ્હાઇટ ફંગસ થવાનો ખતરો રહે છે.

ફંગલ ઇન્ફેક્શન હાઇજીનથી વધારે જાેડાયેલું છે, પછી ભલે તે બ્લેક હોય કે વ્હાઇટ. બ્લેક ફંગસથી બચવા માટે ડૉક્ટરો કન્સ્ટ્રક્શન સાઇટથી દૂર રહેવા, ડસ્ટવાળા એરિયામાં ના જવા, ગાર્ડનિંગ અથવા ખેતી કરતા સમયે ફુલ સ્લીવ્સ ગ્લવ્ઝ પહેરવા, માસ્ક પહેરવા અને એ જગ્યાઓએ જવાથી બચવાની સલાહ આપે છે જ્યા પાણીનું લીકેજ હોય, જ્યાં ડ્રેનેજનું પાણી ભેગું થતુ હોય. આ જ રીતે વ્હાઇટ ફંગસ તેમને વધારે થાય છે જેઓ લાંબા સમયથી હૉસ્પિટલમાં ભરતી રહે છે. આ દરમિયાન જાે હાઇજીનનું ધ્યાન રાખવામાં નથી આવતુ તો આ ફંગસના ઇન્ટરનલ બૉડી પાર્ટમાં જવાનો ખતરો રહે છે. આનાથી બચવા માટે જે દર્દીઓ ઑક્સિજન અથવા વેન્ટિલેટર પર છે તેમના ઑક્સિજન અથવા વેન્ટિલેટર ઉપકરણો ખાસ કરીને ટ્યૂબ વગેરે જીવાણુ મુક્ત હોવા જાેઇએ. ઑક્સિજન સિલેન્ડર હ્યુમિડિફાયરમાં સ્ટ્રેલાઇઝ વોટરનો ઉપયોગ કરવો જાેઇએ, જે ઑક્સિજન દર્દીના ફેફસામાં જાય, તે ફંગસથી મુક્ત થાય. એવા દર્દીઓને રેપિડ એન્ટિજન અને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ નેગેટિવ હોય અને જેમના ૐઇઝ્ર્‌માં કોરોના જેવા લક્ષણો હોય તેમનો રેપિડ એન્ટીબૉડી ટેસ્ટ કરાવવો જાેઇએ. સાથે જ કફના ફંગસ કલ્ચરની પણ તપાસ કરાવવી જાેઇએ.