છોટાઉદેપુર, તા.૧૬

છોટાઉદેપુરના એક જાગૃત નાગરિક દ્વારા પ્રાયોજના વહીવટદાર ની કચેરી મારફત ચાલતી શાળામાં અનેક ખર્ચ ગ્રાન્ટ તેમજ બાળકોની હાજરી વિગેરીની માહિતી જાહેર માહિતી અધિકારી જી .એલ .આર .એસ ધારસીમલ શાળા લીંડા ટેકરા કેમ્પસ નસવાડી પાસે માંગ્યાની મુદત પૂરી થઈ હોવા છતાં ના અપાતા કંઈ ભીનું સંકેલાયો હોય તેવા શંકાના વાદળો બંધાયા હોવાનું જાણવા મળી આવેલ છે.

આંતરે દિવસે થતી વહીવટી ગેર રીતોની ફરિયાદો ઉઠવાનો ઇતિહાસ હવે સામાન્ય બનવા પામેલ છે. ત્યારે છોટાઉદેપુરના એક જાગૃત નાગરિક દ્વારા નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસમાં જી .એલ .આર .એસ ધારસીમલ શાળામાં ૩૧ મુદ્દામાં જાહેર માહિતી અધિકારી અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જે સમય મર્યાદા પૂરી થતાં સુધી તેઓને માહિતી ના મળતા તેઓને પ્રથમ અપીલ કરવાની ફરજ પડી છે, ત્યારે તેઓ દ્વારા રૂબરૂમાં જણાવેલ કે જાહેર માહિતી અધિકારીએ માહિતી છુપાવવા પાછળ કે ન આપવા પાછળ કોઈ ભીનું સંકેલાયો હોય તેવી ગંધ આવી રહી છે. માટે જ માહિતી આપવામાં આવી નથી. બાકી તો તમામ માહિતી ઓન રેકોર્ડ ઉપર હોય અને સરળતાથી મળી જાય તેવી હોવા છતાં માહિતી ના આપવા પાછળના કારણ એ શંકા ઉપજાવનાર હોવાનું જણાવેલ હતું.

માંગેલ માહિતીમાં શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૧ -૨૨ના માટે કુલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નામ સરનામા, અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓની સંખ્યા તથા તેમના નામ સરનામા, હાજરી ટકાવારી તથા શાળાના પ્રારંભિક બે કલાક અને શાળા છૂટવાના સમય અગાઉ ના બે કલાક અથવા આખા દિવસના સી.સી ફૂટેજ ની માહિતી, સતત ગેરહાજર રહેતા હોય તેવા વિદ્યાર્થીઓની યાદી, ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ ને શાળા કક્ષાએથી કોઈ પગલાં લેવા છે કે કેમ તેની માહિતી, વિદ્યાર્થીઓને શાળા તરફ લાવવા આકર્ષવા કરેલ આયોજનો ની વિગતો, વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી ગ્રાન્ટ તેમજ તેના ખર્ચ ની વિગતો, શાળાને પ્રાપ્ત થયેલ ગ્રાન્ટનો ઉપયોગ કરવા કયા કામો ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવ્યા અથવા તો કઈ એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવ્યા તેની વિગતો, શાળામાં ગણવેશ પેટે વિદ્યાર્થી દીઠ કેટલી રકમ ફાળવવામાં આવે છે અને આ રકમ કયા માધ્યમથી ચૂકવવામાં આવે છે તેની વિગતો, શાળામાં કામ કરતા શિક્ષકો ના નામ સરનામા અને લાયકાત, શાળામાં સ્ટાફ સિવાય ના કોઈ વ્યક્તિઓ ૩૦ મિનિટથી વધુ સમય રોકાયા હોય તેવી વ્યક્તિઓ નાં નામ અને કામ નાં કારણો, શાળામાં કરવામાં આવેલ કામો ના ભાવ પત્રકો એજન્સીઓ સાથે કરાયેલ કરારની વિગતો, શાળામાં પ્રાયોગિક ઇન્સ્ટ્રૂમેન્ટ ની માહિતી, શાળા દ્વારા કરવામાં આવતી વાલી મીટીંગ ની માહિતી, શાળામાં વર્ષ ૨૦૧૯ થી આદિવાસી કેટલી વાર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી તેના તમામ અહેવાલો, વર્ષ ૨૧-૨૨ દરમિયાન શાળામાં સ્ટાફ સિવાય છોટાઉદેપુર જિલ્લાની અન્ય શાળાના કયા કયા શિક્ષકો આવ્યા તેની સમગ્ર માહિતી, શાળાના ગણવેશ ની ખરીદી કોણ કરે છે તેની માહિતી, શાળાને મળેલ કુલ ગ્રાન્ટ માંથી વાઉચર ઉપર ખર્ચ કયા સંજાેગોમાં કરી શકાય, શાળામાં આવા વાઉચર પદ્ધતિથી કુલ કેટલી વખત કઈ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિગતો, શાળા કેમ્પસ ના ઇન્ચાર્જની માહિતી, વિગેરેની માહિતી માંગવામાં આવી હતી પરંતુ શાળા દ્વારા માહિતી આપવામાં ન આવતા જાગૃત નાગરિકને પ્રથમ અપીલ કરવાની ફરજ પડી છે.