વડોદરા

એમ એસ યુુનિવિર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા જુલાઇ મહીના સુધી તમામ અભ્યાસક્રમ પૂર્ણ કરીને પરીક્ષા લેવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.ત્યારે એફ વાય બીકોમમાં કેટલાક વિષયમાં અભ્યાસક્રમ પૂર્ણ થયો ન હોવાથી પરીક્ષાન અભ્યાસક્રમ જાહેર કરવાની માંગ ઉઠી છે.યુનિ.સત્તાધિશો દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે અને જેના આધારે કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા શરુ કરી દેવામાં આવી છે.સાથો સાથ કેટલોક અભ્યાસક્રમ પૂર્ણ નહી થવાથી વિદ્યાર્થી અભ્યાસક્રમને લઇને ચિંંતિત બન્યા છે.ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા સમય આપવામાં આવે અને પરીક્ષા પાછી ઠેલવવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે.ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીના યુજીએસ રાકેશ પંજાબી અને એફ આર પંકજ જયસ્વાલ દ્વારા યુનિ.સત્તાધિશોને આગામી તા ૨૫ થી એફ વાય બીકોમની પરીક્ષા શરુ થઇ રહી છે.પણ અભ્યાસક્રમ હજુ સુધી જાહેર કરવામાં નહી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષામા પુછવામાં આવનાર અભ્યાસક્રમને લઇને અવઢળમાં હોઇ અભ્યાસક્રમ જાહેર કરવાની માંગ કરી છે.મેઇન બિલ્ડીંગ પર અમુક ભાગના કલાસ તથા ગર્લ્સ બિલ્ડીંગ પર અમુક ભાગના કલાસમાં હજુ સુધી સેમેસ્ટરના લેકચર શરુ કરવામાં આવ્યા ન હોઇ પરીક્ષાને આડે૧૦ દિવસ બાકી હોઇ એફ વાય બીકોમ સેકન્ડ સેમેસ્ટરનો અભ્યાસક્રમ જાહેર કરવાની માગ કરી છે.અને જે ક્લાસમાં લેકચર શરુ થયા નથી તે ક્લાસમાં લેકચર શરુ કરવાની પણ માંગ કરાઇ છે.