વડોદરા

જૈન સંઘોમાં શિરમોર અને સૌથી મોટા ગચ્છના ગચ્છાધિપતિ જયઘોષસુરિ મ.સા.ને ગયા વરસે કાળધર્મ થયો અને અંતિમસંસ્કાર ભૂમિ પર વિશાળ ગુરુમંદિરનો શિલાન્યાસ તા.૮મી નવેમ્બરે અમદાવાદ ખાતે થવાનો છે ત્યારે બધા જ મોટા આચાર્ય ભગવંતો ગુરુમંદિરની મુખ્ય શિલા ઉપર વાસક્ષેપ કરવા માટે શિલાનો વડોદરામાં પ્રવેશ થયો હતો.

પીઠિકાની આરાધના કરતાં જંબુવિજયજી મ.સા.ના શિષ્ય આ પુંડરીક રત્નસૂરિ મ.સા. વાસક્ષેપ કર્‌યું હતું ત્યાર બાદો જાની શેરી આત્માનંદ જૈન ઉપાશ્રય ખાતે આ. પુણ્યચંદ્ર સાગરસૂરિ, અલકાપુરી જૈન સંઘમાં આ. વિમલપ્રભસૂરિ મ.સા. સુભાનપુરા બાલુબા ઉપાશ્રય ખાતે પંન્યાસ આગમચંદ્રસાગર મ.સા નિઝામપુરા જૈન સંઘમાં મુનિ રમ્યચંદ્રસાગર મ.સા. અને સમા જૈન સંઘમાં મુનિ. અપૂર્વચંદ્રસાગર મ.સા. આ કુર્મશિલા પર વાસક્ષેપ કરશેઅ ને પછી અમદાવાદ તરફ આ શિલા પ્રયાણ કર્યું હતું.