ગાંધીનગર-

બોલિવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, સારા, શ્રધ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સહિત મુંબઈના જાણીતા ડ્રગ્સ પેડલર્સના ગેજેટસમાંથી ગાંધીનગર એફએસએલએ 2 હાર્ડડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કરી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોને આપ્યો છે. જેમાં વોટસએપ ચેટ, કોલ્સ, વીડિયો ક્લિપિંગ્સ સહિતનો છેલ્લા બે વર્ષનો ડેટા મળ્યો છે. કુલ 100 ગેજેટસમાંથી 80 આઈફોન છે જેમાંથી 30 મોબાઈલના ડેટાનું એફએસએલે પૃથક્કરણ કર્યું છે. જ્યારે 70 ગેજેટસનું હજુ ચાલી રહ્યું છે.

મહત્વનું છે કે એક સાથે 100 ફોનનું પૃથ્થક્કરણ ચાલી રહ્યું હોવાનો આ પહેલો કેસ છે. એફએસએલને આ માટે 15 લાખ રૂપિયા ફી મળી છે. માત્ર 30 ફોનમાંથી જ બે હાર્ડડિસ્ક ભરાય તેટલો ડેટા છેલ્લા બે વર્ષનો મળ્યો છે. એક અંદાજ મુજબ 1500 એચડી મુવી સ્ટોર થાય તેટલો ડેટા એનસીબીને સોંપાયો છે. જેમાં સૌથી વધુ વીડિયો ક્લિપિંગ્સ, વોટસએપ ચેટ અને વોટસએપ કોલડેટા હોવાનું જાણવા મળ્યું છે. આ ડેટાની તપાસ કરી એનસીબી બોલિવુડના હિરો-હિરોઈનના કયા ડ્રગ્સ પેડલર સાથે કનેકશન હતા તેની માહિતી મેળવશે.