ગાંધીનગર-

રાજ્યની સ્વરાજની સંસ્થાઓ ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી નવેમ્બર માસમાં યોજાનાર હતી પરંતુ કોરોના મહામારીના કારણે રાજ્ય ચુંટણી પંચે આ છૂટણીઓ આગામી ત્રણ માસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે ચુંટણી પણછે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિ ની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૧૫ માં થઈ હતી જેની મુદત ૧૩-૧૨-૨૦૨૦ ના રોજ પૂર્ણ થનાર છે.